વિશ્વ યોગ દિવસે અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રુપાણીની ઉપસ્થિતિમાં ઉજવણી
Live TV
-
અમદાવાદમાં સ્ટેડિયમ ખાતે વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદમાં સ્ટેડિયમ ખાતે વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો. રાજ્યકક્ષાના આ ઉજવણી કાર્યક્રમમાં હજારો નાગરિક ભાઈ-બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુનિ. કન્વેન્શન સેન્ટરમાં 750થી 1200 દિવ્યાંગ બાળકોએ મળીને યોગ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. આ પહેલાં 350 દિવ્યાંગોએ એક સાથે યોગ કર્યાનો રેકર્ડ હતો. આ બંને પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
યોગ દિવસ ઉજવણીને વિશ્વ પટલ પર મૂકવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપતાં મુખ્યમંત્રી રૂપાણીએ તંદુરસ્ત જીવન માટે યોગને રોજબરોજના તનાવયુક્ત જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલી કેન્દ્રીય રાજ્યમંત્રી પી.પી.ચૌધરી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડી અમદાવાદના મેયર બીજલ પટેલ સહિતના અગ્રણીઓ પણ યોગાભ્યાસમાં જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે રાજ્યમાં ઠેર ઠેર પ્રાત કાળે યોગ દિવસનું આયોજન થયું હતું.કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી મુખ્યમંત્રીએ યોગ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત સાધકોનું સન્માન કર્યું હતું.