આસામીઓ 'બિહુ' ઉત્સવ' ઉજવીને કરી નવા વર્ષની ઉજવણી
Live TV
-
આસામીઓ આજે 'બિહુ' ઉત્સવ મનાવી રહ્યા છે
15 એપ્રિલે આસામમાં બોહાગ બિહુ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. લણણીના ઉત્સવની સાથે જ આજે આસામીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. આજે ખેડૂતો સારા પાક માટે તેમની કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરે છે અને વસંત ઋતુનો પ્રારંભ પણ મનાય છે.
'બિહુ' શબ્દ સંસ્કૃતના 'બિશુ' શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે લણણીની ઋતુમાં ઈશ્વર પાસેથી સમૃદ્ધિની કામના કરવી. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તથા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આસામીઓને બિહુની શુભકામના પાઠવી હતી.
આજના દિવસે આસામી પુરુષો પરંપરાગત પોશાક પહેરી બિહુ કરે છે. બીજા ઉત્સવો કરતાં અલગ, બિહુ વર્ષમાં ત્રણ વાર મનાવાય છે. જાન્યુઆરીમાં ભોગાલી અથવા માઘ બિહુ, એપ્રિલમાં રોંગાલી અથવા બોહાગ બિહુ અને ઑક્ટોબરમાં કોંગાલી અથવા કટી બિહુ મનાવાય છે.
આજના દિવસે લોકો નવાં વસ્ત્રો પહેરે છે, ભેટોનું આદાનપ્રદાન કરે છે અને નવા વર્ષનો સારો પ્રારંભ થાય તે માટે વડીલોના આશીર્વાદ મેળવે છે. આજના દિવસે સારાં ભોજન બને છે અને ઉજવણી સાત દિવસ સુધી ચાલે છે. દરેક દિવસનું આગવું મહત્ત્વ છે.