બંગાળીઓનું નવું વર્ષ એટલે 'પોઇલા બૈસાખ'
Live TV
-
બંગાળીઓએ પોતાના નવા વર્ષ 'પોઇલા બૈસાખ'ની ધામધૂમથી ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી
આજે બંગાળી લોકો બાંગ્લા નવ વર્ષ પોઇલા બૈસાખ ઉજવી રહ્યા છે. બંગાળી સમુદાયમાં આ ઉત્સવ માટે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. બધા બંગાળી પરિવારોમાં તેની જોરદાર તૈયારી કરવામાં આવી છે. વિભિન્ન બંગાળી સંગઠનો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આજે બાંગ્લા નવ વર્ષ 1425ની શરૂઆત થશે. આજનો દિવસ બંગ સમાજ માટે ઘણું મહત્ત્વ રાખે છે. બંગ સમુદાયમાં લગ્ન જેવાં શુભ કાર્યોની શરૂઆત આ મહિનાથી થાય છે. આ દિવસે સમુદાયના લોકો એકબીજાને શુભો નોબો બોરસો કહીને નવા વર્ષના અભિનંદન આપે છે. આજના દિવસને પોઇલા બૈસાખ કહે છે. બંગ સમુદાયના લોકો આ દિવસે નવી ખેતીની પણ શરૂઆત કરે છે. તો વેપારીઓ દ્વારા હિસાબની પણ શરૂઆત થાય છે.