મહિલા સશક્તિકરણ - દીવમાં સીવણ અને ભરતકામ કરી પગરભર મહિલાઓ
Live TV
-
250 થી 300 મહિલાઓ સીવણ અને ભરતકામની તાલીમ પ્રાપ્ત કરી
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા ઉન્નતિના અનેક કાર્યક્રમ દેશભરમાં આકાર લઈ રહ્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં ,મહિલાઓનું સ્વ સહાય જુથ કાર્યરત છે. જિલ્લા પંચાયત અને DMC કોર્ડીનેટર ,વંદના રાવના માર્ગદર્શન હેઠળ દિવમાં ,આશરે 250 થી 300 મહિલાઓ સીવણ અને ભરતકામની તાલીમ પ્રાપ્ત કરી ,પગભર થવા થનગની રહી છે. આ કાર્યક્રમ હેઠળ તાલીમ લેતી મહિલાઓને પ્રોત્સાહન મળે તે આશયથી વિવધ ક્ષેત્રોમાં જોડાયેલા નામી લોકો સાથે મુલાકાત કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. જે થકી આ મહિલાઓને બજારનું જ્ઞાન અને પોતાની કલા વિકસાવવાનો મોકો મળે છે. આ પ્રોત્સાહન કાર્યક્રમ અંગે ,એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર ,અંજલી કોરોલીયાએ સ્વ સહાય જુથ બહેનો દ્વારા બનાવેલા વસ્ત્રોના વખાણ કર્યા હતા. સાથે આર્થિક રીતે લાભ થાય તે માટે માર્કેટીંગ અને એક્સીબીઝનમાં ભાગ લઈ પોતાનું હુન્નર બતાવવાની શીખ આપી. ઉપરાંત અન્ય લીંકેજીસ વિશે પણ વાત કરી હતી