જામનગરમાં "એક શામ શહીદો કે નામ" ના કાર્યક્રમનું આયોજન
Live TV
-
વીર શહીદોના પરિવારજનોનું સન્માન કરાયુ
જામનગરમાં "એક શામ શહીદો કે નામ" ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય દેશની રક્ષા અને સુરક્ષામાં જે સૈનિકોએ પોતાના પ્રાણની આહુતી આપી અને શહાદત વહોરી છે. તે લોકોને યાદ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહિદ વીર સૈનિકોની યાદમાં તેમના પરિવારના સભ્યોને શાલ, મોમેન્ટો અને રૂપિયા ૫૦૦૦નાં ચેક અર્પણ કરી તેમનું રૂણ ઉતારવાનો એક નાનો ક્ષુલ્લક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર પ્રતિભાબેન કનખરા, ઉપરાંત વીર સૈનિકો, વીર શહીદોનાં પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.