16 એપ્રિલ 1853ના રોજ આજના દિવસે ભારતીય રેલવેની ભારતમાં થઈ હતી શરુઆત
Live TV
-
મુંબઈથી થાણે વચ્ચે 34 કિલોમીટર સુધીનું અંતર આવરી લેતા ત્રણ એન્જિન સાહિબ , સિંધ અને સુલતાન તેને ખેંચતા હતા
16 એપ્રિલ 1853ના રોજ આજના દિવસે ભારતીય રેલવેની ભારતમાં શરૂઆત થઈ હતી..જે મુંબઈથી થાણે વચ્ચે શરૂ થઈ હતી.જે 34 કિલોમીટર સુધીનું અંતર આવલી લેતા ત્રણ એન્જિન સાહિબ , સિંધ અને સુલતાન તેને ખેંચતા હતા..ભારતના સ્વાતંત્ર્યના વર્ષ 1947 સુધીમાં બેતાળીસ રેલ સીસ્ટમ હતી. 1951માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી. બ્રોડ, મીટર અને નેરો જેવા વિવિધ ગેજ સાથે ભારતીય રેલવે વિભાગ લાંબા અંતરની અને ઉપનગરીય સેવાઓની કામગીરી નિભાવે છે. તે એન્જિન અને કોચ ઉત્પાદનના એકમોની માલિકી ધરાવે છે.
પહેલી યાત્રા દરમિયાન મુંબઈમાં એક દિવસનો સાર્વજનિક અવકાશ અને એક ભવ્ય સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
- ગર્વનરના ખાનગી બેન્ડ અને 21 તોપોની સલામી સાથે તે સફરની શરૂઆત કરવામાં આવી હતી.
- તેને બ્રિટનથી મંગાવવામાં આવેલા એન્જિન સુલતાન, સિંધુ અને સાહિબે ખેંચ્યું હતું.
- બપોરે 3.30 વાગે 14 કોચમાં 400 યાત્રીઓને લઈને આ ટ્રને રવાના થઈ હતી.
- આ રેલગાડીએ 34 કિલોમીટનું અંતર સવા કલાકમાં પુરૂ કર્યું હતું અને 4.45 કલાકે થાણે પહોંચી હતી.ભારતમાં રેલ માળખાની યોજના સર્વપ્રમથમ 1832માં બનાવવામાં આવી હતી, પરંતુ એક દસકા સુધી આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નહી. 1844માં ભારતના ગવર્નર જનરલ લોર્ડ હાર્ડિંગે ભારતમાં રેલ માળખુ સ્થાપવા માટે ખાનગી ઉદ્યોગ સાહસિકોને મંજૂરી આપી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ અને બાદમાં બ્રિટિશ સરકારે) જમીન પૂરી પાડવાની અને કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન પાંચ ટકા સુધીના વળતરની ખાતરી સાથેની યોજના દ્વારા ખાનગી રોકાણ ધરાવતી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું. કંપનીઓ સાથે 99 વર્ષના ભાડાપટ્ટે લાઈનના નિર્માણ અને સંચાલનના કરાર કરવામાં આવ્યા હતા, જો કે આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા ખરીદીનો વિકલ્પ પણ ખુલ્લો રખાયો હતો.
બોમ્બે અને કલકત્તા નજીક પ્રાયોગિક ધોરણે લાઈનો નાંખવા અને તેનું સંચાલન કરવા માટે અનુક્રમે બે રેલવે કંપનીઓ ગ્રેટ ઈન્ડિયન પેનિનસ્યુલર રેલવે(Great Indian Peninsular Railway) (GIPR) અને ઈસ્ટ ઈન્ડિયન રેલવે(East Indian Railway) (EIR)ની સ્થાપના 1853-54માં થઈ હતી. રુરકીમાં કેનાલના નિર્માણ માટે માલ-સામાનના સ્થાનિક પરિહવન માટે 22 ડિસેમ્બર 1851ના રોજ ભારતમાં પ્રથમ ટ્રેનની શરૂઆત થઈ હતી.[૭] દોઢ વર્ષ બાદ 16 એપ્રિલ 1853ના રોજ બોમ્બેના બોરી બંદર અને થાણે વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ થયો. નું અંતર આવરી લેતા 34 કિલોમીટરમાં ત્રણ એન્જિન સાહિબ , સિંધ અને સુલતાન તેને ખેંચતા હતા.