હેપ્પી બર્થ ડે : કંઇપણ બોલ્યા વિના દર્શકોને હસાવતા હતા ચાર્લી ચેપલિન
Live TV
-
ચાર્લી ચેપ્લિન માત્ર કૉમિક ટાઇમિંગ જ નહીં પરંતુ ખાસ ડ્રેસિંગ સેન્સ માટે પણ પ્રસિદ્ધ થયા હતા. ખાસ એક્સપ્રેશન થકી લોકોના દિલ જીતી ખાસ છાપ છોડી હતી, જેને લોકો આજેય યાદ કરે છે.
કૉમેડિયનની વાત આવે એટલે ચાર્લી ચેપલિનનું નામ જરૂર યાદ આવે. ચાર્લી ચેપલિન ભલે આ દુનિયામાં ન હોય પરંતુ તેમની કૉમેડીના અનેક પ્રસંશકો આજે પણ તેટલા જ છે. આજે ચાર્લી ચેપલિનની 129મી જન્મજ્યંતિ છે, ત્યારે તેમના પ્રસંશકો તેમને યાદ કરી રહ્યા છે. ચાર્લી ચેપલિન એક એવા કૉમેડિયાન હતા જેમણે દર્શકોને મનોરંજન કર્યા અને કંઇપણ બોલ્યા વિના જ દર્શકોને હસાવીને તેમના દિલમાં સ્થાન મેળવ્યા હતા. બૉલિવુડના તમામ કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.
અક્ષયકુમાર ચાર્લી ચેપલિનને તેમના આદર્શ માને છે અને હંમેશા ચાર્લી ચેપલિનની એક તસ્વીર હંમેશા તેમની પાસે જ રાખે છે.
હૉલીવુડ ઍક્ટર, ફિલ્મ મૅકર અને હાસ્ય સમ્રાટ ચાર્લી ચેપલિનનો જન્મ 16 એપ્રિલના રોજ 1889ના રોજ લંડનમાં થયો હતો. તેમના અંદર એક એવી કળા હતી કે, તેઓ કંઇપણ ન બોલે તો પણ લોકો હસતા હતા. બ્લૅક ઍન્ડ વાઈટ દુનિયામાં તેમણે પોતાની કળાના રંગ પૂર્યા હતા.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક