રાજયમાં ભાવભેર પરશુરામ જયંતી ઉજવણી કરાઇ
Live TV
-
શોભાયાત્રામાં બાળકો પરશુરામની વેશભૂષામાં સજ્જ કરી ઉટ અને ડી.જે.ના તાલે શોભાયાત્રા નીકળી.
રાજયમાં પરશુરામ જયંતી ઉજવણી કરવામાં આવી રહી છે. ભવ્ય શોભાયાત્રા બાદ સાધુ સંતોની હાજરીમાં ધર્મ સભા યોજવામાં આવી હતી. જેનો રાત્રિ સુધી લોકોએ લાભ લીધો હતો. દ્વારકા સંકીર્તન મંદિરથી પરશુરામ જયંતિ નિમિતે ભવ્ય શોભયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રામાં બાળક પરશુરામની વેશભૂષામાં સજ્જ કરી ઉટ અને ડી.જે. ના તાલે શોભાયાત્રા સાંજે નીકળી હતી. ત્રણ કલાક દ્વારકાની બજારોમાં ફરી હતી. દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં સાધુ સંતો બ્રહમ દેવો તથા ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને બ્રહ્મણો માટે નહિ પરંતુ ધર્મ માટે એક મોટી રણછોડ સેના તૈયાર કરવા સહુ કટિબદ્ધ થયા હતા. જેમાં ૫૦/૫૦ યુવાનો દરેક જ્ઞાતિના એક થઈ રણછોડ સેના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મનોના યુવાનો પણ જોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત પરશુરામને યાદ કરવામાં આવિય હતા. ધર્મસભા મોદી રાત્રિ સુધી ચાલી હતી.