સિંધી સમાજના દ્રારા અખાત્રીજના દિવસે સમૂહલગ્ન અને જનોઇનો યોજાયો કાર્યક્રમ
Live TV
-
8 યુવક-યુવતીઓએ પ્રભુતામાં પગલા પાડયા અને 60 દીકરાઓએ ઘાર્મિક વિધિથી જનોઇ ધારણ કરી.
સ્વામી લીલાશાહ કર્ણાવતી ચેરીટેબલ ટ્રસ્ટ કર્ણાવતી દ્વારા સિંધી સમાજના સમૂહ લગ્ન અને જનોઇના કાર્યક્રમનું આયોજન અખાત્રીજના પવિત્ર દિવસે એમ.જી.સ્કુલ સંકુલ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં સમાજના ૮ યુવક-યુવતીઓએ સંસારિક જીવનમાં પ્રભુતા પગલા માંડયા હતા. સમાજના ૬૦ દીકરાઓએ ઘાર્મિક વિધી અને મંત્રોચારો સાથે જનોઇ ધારણ કરી હતી. સમાજમાં લગ્ન અને જનોઇ પ્રસંગે મોટા ખર્ચાઓ અને દેખાવોને અટકાવવા સ્વામી લીલાશાહ કર્ણાવતી ચેરીટેબલ ટ્રસ્ટ, કર્ણાવતી દ્વારા અખાત્રીજના દિવસે દર વર્ષે સમૂહ લગ્ન અને જનોઇના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલ સમૂહ લગ્નમાં સંસારિક જીવનમાં પ્રભુતા પગલા માંડનાર જોડાઓને સમાજના અગ્રણી અને મુંબઇમાં રહેતા શ્રી દયાલ હરજાણીએ સોનાની વીંટી અને સિલાઇ મશીન, ઉલ્લાસ નગરમાં રહેતા શ્રી કલ્યાણદાસ ખત્રીએ સોનાની બુટી, દિપા વાધવાણી ગ્રૃપ, અમદાવાદ દ્વારા સોનાની બુટી તથા કરમચંદાણી દ્વારા કુલર આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત સાડી, ચાંદર, ધરનો વિવિધ સમાન જેવી ભેટો પણ સમાજના દાતાઓ દ્વારા નવવધુઓને અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ લખમીચંદ સુગનોમલ, ઉપપ્રમુખ નારાયણદાસ વેલોમલ, મંત્રી રીજુમલ સીરુમલ, જોઇન્ટ સેક્રેટરી મહેશકુમાર મોટુમલ રાજાણી, ખજાનચી દુર્ગાદાસ ચાંડુમલ રામવાણી અને ટીકમદાસ એન. ભાગવાણી સહિત ટ્રસ્ટના સભ્યઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સૂમહલગ્નોત્સવમાં સમાજના અગ્રણીઓ, ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.