વૈશાખ સુદ ચોથ એટલે ગણેશજીનો બીજો જન્મ દિવસ
Live TV
-
જૂનાગઢના સિદ્ધિ વિનાયક મંદિરે મોદક યજ્ઞનું આયોજન કરાયું.
વૈશાખ સુદ ચોથ અને ગણેશ ચતુર્થી નિમિતે જૂનાગઢના અપના ઘરમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે મોદક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ પણ માંગલિક પ્રસંગે જેની સર્વ પ્રથમ સ્થાપના થાય છે. તેવા દુંદાળા દેવના બે જન્મ દિવસ ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે. ભાદરવા સુદ ચોથે ગણેશજીનો મૂળ જન્મ દિવસ મનાવવામાં આવે છે. જયારે મસ્તક વધ પછી હાથીનું મોઢું ગણેશજી ઉપર સ્થાપિત કરવામાં આવ્યું એ દિવસ વૈશાખ સુદ ચોથને ગણેશજીનો પુન અવતાર થયો હતો. તેને પણ વિનાયક ચોથ તરીકે ઉજવવામાં આવે છે. મોદક યજ્ઞના મુખ્ય યજમાન શશિન નાણાવટીએ ધાર્મિક અવસરનો લાભ મળવવા બદલ વિનાયક દેવનો આભાર માન્યો હતો.