Skip to main content
Settings Settings for Dark

જાણો મેજર સુમન ગવાણી વિષે જેમને યુએન તરફથી મિલીટ્રી જેંડર એડવોકેટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો 

Live TV

X
  • મેજર સુમન ગવાણીએ યુએન એમઆઈએસએસએસ ખાતે આયોજિત યુએન પીસકીપર્સ ડે પરેડનું નેતૃત્વ કર્યું હતું. 

     

    સુમન ગવાણી, ભારતીય સૈન્ય અધિકારી છે જેમને 2019 માં દક્ષિણ સુદાનમાં યુનાઇટેડ નેશન્સ મિશન સાથે મહિલા પીસકીપર તરીકે સેવા આપી હતી, જેના લીધે તેમને પ્રતિષ્ઠિત - સંયુક્ત રાષ્ટ્રના મિલીટ્રી જેંડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. મેજર સુમનને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ તરફથી ગઈકાલે યુએન હેડક્વાર્ટર, ન્યૂયોર્ક ખાતે આયોજિત ઓનલાઇન સમારોહ દરમિયાન આ એવોર્ડ મળ્યો હતો. તેણીને આ એવોર્ડ બ્રાઝિલિયન નેવલ ઓફિસર કમાન્ડર કાર્લા મોન્ટેરો દ કાસ્ટ્રો અરાજોજો સાથે મળ્યો હતો.
     
    આર્મીના સ્ટાફ ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાને મેજર સુમનને પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મેજર સુમન નવેમ્બર 2018 થી ડિસેમ્બર 2019 સુધી યુ.એન.એમ.એસ.એસ. માં દક્ષિણ સુદાનમાં યુનાઇટેડ નેશન્સ મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે ફરજ બજાવી હતી.  આંતરીક ક્ષેત્રની પરિસ્થિતિઓ સિવાયની મુશ્કેલીઓ ધ્યાનમાં લીધા વગર જેંડર સંતુલન જાળવવા સંયુક્ત લશ્કરી પેટ્રોલીંગમાં ભાગ લેવાનું પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે મિશનમાં આયોજન અને સૈન્ય પ્રવૃત્તિમાં જેંડર પરિપ્રેક્ષ્યને એકીકૃત કરવા માટે દક્ષિણ સુદાનની વિવિધ મિશન ટીમ સાઇટ્સની મુલાકાત લીધી.

    મેજર સુમન ગવાણીની પસંદગી નૈરોબી ખાતે સંઘર્ષ સંબંધિત જાતીય હિંસાને રોકવા  વિશેષ તાલીમના લીધે  કરવામાં આવી હતી. તેઓએ યુ.એન. ના વિવિધ મંચોમાં ભાગ લીધો હતો તે દર્શાવવા માટે કે જાતિના દ્રષ્ટિકોણથી નાગરિકોનું રક્ષણ કરવામાં કેવી રીતે મદદ મળી શકે છે, ખાસ કરીને સંઘર્ષ સંબંધિત જાતીય હિંસાથી. યુ.એન.એમ.આઇ.એસ.એસ. દળની પહેલને ટેકો આપવા ઉપરાંત, તેમણે દક્ષિણ સુદાન સરકારી દળોને સંઘર્ષ સંબંધિત જાતીય હિંસા સંબંધિત પાસાઓ પર પણ તાલીમ આપી.  મેજર સુમન ગવાણીએ યુએન એમઆઈએસએસએસ ખાતે આયોજિત યુએન પીસકીપર્સ ડે પરેડનું નેતૃત્વ કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply