Skip to main content
Settings Settings for Dark

જાણો રુઆબદાર પક્ષી 'કાળા માથાનો ગંદમ' વિશેની આવનવી વાત

Live TV

X
  • કાળા માથાનો ગંદમ (Black-headed bunting, વૈજ્ઞાનિક નામ: Emberiza melanocephala).

    આહા! શું બેસવાની પણ અદા હોઈ શકે? એ પણ એક પક્ષીમાં? કેમ નહીં? આ જુઓ કેવો રુઆબ અને કેવો ઠસ્સો છે. યસ, વાત કરી રહ્યા છીએ કાળા માથા વાળા બંટીગની. જેઓની મુખ્ય પ્રજાતિ દક્ષિણ પૂર્વ યુરોપ અને પૂર્વ ઈરાનમાંથી આવે છે, અને શિયાળામાં મુખ્યત્વે ભારતમાં સ્થળાંતર કરે છે. કેટલાક બંટીગ દક્ષિણ પૂર્વ એશિયામાં આગળ વધે છે. જેમ પરિવારનું મોભી અનાજ માટે રઝળપાટ કરે તેવો જ સ્વભાવ આ પક્ષીઓમાં પણ થોડા ઘણા અંશે જોવા મળે છે. મુખ્યત્વે ઘાસના મેદાનોમાં અને બીજ ની શોધમાં ટોળામાં ઉડતા જોવા મળે છે.

    આમાં પણ પાછા પતિ પત્ની સરખા ન હોય તેવી જ રીતે નર અને માદા ને તમે ઓળખી શકો. નવાઈ પમાડે તેવી વાત છે ને! પણ હા, પુખ્ત નર પીળા અંડરપાર્ટ્સ, ચેસ્ટનટ પીઠ અને કાળા માથાથી સારી રીતે ચિન્હિત થયેલ છે. જ્યારે માદા એ નરનું ધોવાઈ ગયેલું સંસ્કરણ છે. જેમાં નીચેના ભાગમાં નિસ્તેજ ભૂરા ભૂખરા પીઠ અને ગ્રે માથું હોય છે. જેમ ઘણી વખત પ્રજનન પ્લુમેજમાં પુખ્ત માદાઓ નીરસ નર જેવી દેખાય છે. તે ઝાડ અથવા ઝાડીમાં માળામાં ચાર થી છ ઈંડા મૂકે છે. તેમની લંબાઈ ૧૭ સેમી માપની હોય છે.

    પક્ષીઓની મુખ્ય ખાસિયત તેનો અવાજ છે, અને તે મુજબ આ મીઠડાઓ zrit-zrit-srut-srut-જેવા ઉચ્ચારણ સાથે ગીત ગણગણતાં હોય તેવું લાગે.છે ને લાજવાબ આ કાળા માથાળા ગંદમ(બંટિંગ). વઢવાણામાં જોવા મળેલ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply