Skip to main content
Settings Settings for Dark

અમૃત સરોવર નિર્માણ હેઠળ બનાસકાંઠાના મમાણામાં 12 એકરમાં ફેલાયેલા સરોવરમાં 7,200 ક્યૂબિક લિ. પાણીનો સંગ્રહ

Live TV

X
  • રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠાને પાણીદાર બનાવવા 99થી વધુ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના થકી તળાવો ઊંડા તથા નવી બનાવી પાણીદાર ગુજરાત બનાવવાનું કામ હાથ ધર્યું છે. આવું જ એક સરોવર સુઈગામ તાલુકાના મમાણા ગામમાં બનાવવામાં આવ્યું છે. 

    12 એકરમાં ફેલાયેલા આ સરોવરમાં પહેલાં પાણીનો સંગ્રહ નહતો થતો. જોકે, તેને હવે ઊંડું કરવામાં આવ્યું છે. તેના કારણે 7 હજાર 200 ક્યૂબિક લિટર પાણી સંગ્રહનો વધારો થયો છે. એટલું જ નહીં, જિલ્લામાં આ અમૃત સરોવર નિર્માણના યજ્ઞમાં ચાંદરવા, આંત્રોલ, છાપરા, કુંભલસર, કરજોડા, વાવ જેવા અનેક ગામ જોડાયા અને અત્યારે 99માંથી 50થી વધુ અમૃત સરોવરનું નિર્માણ થઈ ગયું છે. જ્યારે બાકીના સરોવરોનું કામ પ્રગતિમાં છે. અમૃત સરોવર નિર્માણ થકી જળસંચયની સાથે ગ્રામીણ શ્રમિકોને 4 લાખથી વધુ માનવદિવસની રોજગારીનું સર્જન થયું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply