ડાંગના 1,500થી વધુ ખેડૂતો ઘરઆંગણે મશરૂમની ખેતી કરી મેળવી રહ્યા છે ઊંચું વળતર
Live TV
-
ઓછી જગ્યામાં મશરૂમની ખેતી કઈ રીતે કરવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડાંગના ખેડૂતોએ અહીંના 1,500થી વધુ ખેડૂતોએ ઘરઆંગણે મશરૂમની ખેતી કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીં તેઓ 2 રીતે મશરૂમ ઊગાડે છે. કેટલાક ખેડૂતો જમીન પર સિલિન્ડર ઊભા કરીને ઊગાડે છે. જ્યારે કેટલાક ખેડૂતો સિલિન્ડર જમીનથી ઉપર લટકાવીને મશરૂમની ખેતી કરે છે. જોકે, આ ખેતી માટેના શેડ ઊભા કરવા તેમને મોટા વિસ્તારની પણ જરૂર નથી પડતી.
અહીં વન વિભાગ મહિલા ખેડૂતોને મશરૂમના બિયારણ પૂરાં પાડે છે. આ મશરૂમ 200થી 250 રૂપિયા પ્રતિ કિલોએ વેચીને ખેડૂતો સારો લાભ મેળવી રહ્યા છે.
