હ્રદયની બીમારી સાથે જન્મેલા બાળકને NRI દંપત્તિએ દત્તક લઈને માનવતા મહેકાવી
Live TV
-
અમેરિકા સ્થિત ભારતીય દંપતીએ માનવતાને મહેકાવી છે. અમેરિકાના નાસાના એન્જિનિયર નવીન વેત્ચા અને તેના ડૉક્ટર પત્નીએ કચ્છ માંથી એક એવા બાળકને દતક લીધું છે. આ બાળકને જન્મ સાથે જ હ્રદયમાં કાણું હતું અને સાથે હર્નિયાની બીમારી હતી. જેના કારણે તેને માતા પિતા એ જન્મ સાથે ત્યજી દીધું હતું. હ્રદય રોગથી પીડિત બાળક પ્રેરકની સામાજિક સંસ્થા દ્વારા સારવાર કરવામાં આવી હતી અને તેનો કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થયો હતો. હવે પ્રેરકને NRI દંપતી દત્તક લઈને અમેરિકા લઈ જશે અને ત્યાં તેની નવા જીવનની શરૂઆત થશે. દત્તક લેવાની કાર્યવાહી રાજ્ય અને કેન્દ્રના તમામ કાયદા હેઠળ કરવામાં આવી હતી.
