જામનગરઃ ગુલાબની પ્રાકૃતિક ખેતી કરી પ્રગતીશીલ ખેડૂત વિદેશમાં પણ કરે છે વેચાણ
Live TV
-
જામનગરઃ ગુલાબની પ્રાકૃતિક ખેતી કરી પ્રગતીશીલ ખેડૂત વિદેશમાં પણ કરે છે વેચાણ
ગુલાબ એ ફૂલોનો રાજા કહેવાય છે. ગુલાબની 300થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. ગુલાબમાં સફેદ, પીળા, ગુલાબી અને લાલ રંગોમાં જોવા મળે છે. ગુલાબની ખેતી મોટાભાગે એશિયા ખંડમાં કરવામાં આવે છે. જામનગરના ધ્રોલ તાલુકાના કાનપુર ગામના પ્રગતીશીલ ખેડૂત બળદેવ ભાઇ ગુલાબની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેની સુગંધ કેનેડા સુધી પહોચી ગઈ છે. બળદેવ ભાઇએ 10 એકરમાં ગુલાબની ખેતી કરી છે. જેના ઉત્પાદનથી તેઓ નેચરલ ગુલકંદ બનાવી બજારમાં વેચાણ કરે છે. ન માત્ર ગુજરાતમાં પણ તેમના આ ગુલકંદની ડિમાન્ડ વિદેશમાં પણ હોવાથી તેઓ ગુલકંદને કેનેડા તથા ઇંલેન્ડ સપ્લાય કરી કમાણી કરી રહ્યા છે. આ સિવાય તેઓ ગુલાબને કોસ્મેટીક કંપનીઓમાં પણ સપ્લાય કરે છે.
