Skip to main content
Settings Settings for Dark

જામનગરથી હૈદરાબાદ અને જામનગરથી બેંગ્લોરની નવી ફ્લાઇટનો આજથી આરંભ

Live TV

X
  • હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે જામનગરમાં આજથી નવા અધ્યાયની શરૂઆત થઇ છે. જામનગરથી આજરોજ બે નવી ફ્લાઈટ્સનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત જામનગરથી હૈદરાબાદ અને જામનગરથી બેંગ્લોરની નવી ફ્લાઇટએ ઉડાન ભરી હતી. આ નવી વિમાની સેવા અંતર્ગત સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ફ્લાઇટ ઉડાન ભરશે. 

    કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અને કેબિનેટ મંત્રી જવાહરસિંહ ચાવડાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ નવી વિમાની સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો સાંસદ પૂનમ માડમ ઉદ્ધાટન સમારંભમાં હાજર રહી આ ક્ષણના સાક્ષી બન્યા હતા. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત નવી વિમાની સેવાનો લાભ જામનગર સહિત હાલારને મળ્યો છે ત્યારે આ નવી વીમાની સેવાને કારણે હાલારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply