Skip to main content
Settings Settings for Dark

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્કમાં મનપા દ્વારા હાથ ધરાયુ વિવિધ રાઈડ્સોનું ચેકિંગ

Live TV

X
  • અમદાવાદના કાંકરિયાની ઘટના બાદ જામનગરના મેયરે ગઈ કાલે આદેશ કર્યો હતો કે એમ્યુઝમેન્ટ પાર્કમાં રહેલી રાઈડ્સો બે દિવસ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવી અને જયાર સુધી આ રાઈડસોનું ચેકિંગ સંપૂર્ણપણે કરી લેવામા ન આવે ત્યાં સુધી રાઇડ્સો ચાલુ ન કરવી.

    અમદાવાદના કાંકરિયામાં રાઇડ્સ તુટવાની ઘટના બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર એ આજે જામનગર શહેરના મુખ્ય એવા એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી નાની મોટી વિવિધ રાઈડ્સનું ચેકિંગ કરવાની કાર્યવાહી મનપાના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

    અમદાવાદના કાંકરિયાની ઘટના બાદ જામનગરના મેયરે ગઈ કાલે આદેશ કર્યો હતો કે એમ્યુઝમેન્ટ પાર્કમાં રહેલી રાઈડ્સો બે દિવસ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવી અને જયાર સુધી આ રાઈડસોનું ચેકિંગ સંપૂર્ણપણે કરી લેવામા ન આવે ત્યાં સુધી રાઇડ્સો ચાલુ ન કરવી. જેના ભાગરૂપે આજે જામનગર મનપાના વિવિધ વિભાગોની  ટીમના અધિકારીઓ મેહુલનગર પાસે આવેલા એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પહોંચી હતી અને નાની મોટી સંખ્યાબંધ રાઈડ્સનું સંપૂર્ણ પણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે મનપાના અધિકારીઓમાં જણાવવા મુજબ તમામ પ્રકારની એનઓસી અને મંજૂરીઓ રાઇડ્સ સંચાલક પાસે છે અને કોઈ પણ ખામી હાલ જણાતી ન હોવાથી સંભવિત  આવતી કાલથી રાઇડ્સો ચાલુ કરી દેવામાં પણ આવે.

    જ્યારે એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ્સનો કોન્ટ્રાક્ટ ધરાવતા સંચાલકે પણ જણાવ્યું હતું કે અત્યાર સુધી પાર્કમાં કોઇ પણ ગંભીર બનાવ બનેલ નથી અને અહીં કોઈ એવી દુર્ઘટના સર્જાય એવી મોટી રાઇડ્સો પણ આવેલી નથી. જ્યારે સપ્તાહના દર મંગળવારે એક દિવસ માટે રાઇડસોના મેન્ટેનન્સ અને સર્વિસ માટે તમામ રાઇડસ બંધ પણ રાખવામાં આવે છે અને સંપૂર્ણપણે ચેકિંગ કર્યા બાદ જ રાઇડ્સો ચાલુ કરવામાં આવે છે. જ્યારે મનોરંજન માણવા આવતા તમામ બાળકોથી માંડીને મોટેરાઓને સલામતીનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ફાયરની સુવિધા પણ સંપૂર્ણ પણે રાખવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply