Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લામાં ઉજવાયો તેરા પર્વ

Live TV

X
  • તેરા પર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટેનો પ્રિય તહેવાર ગણવામાં આવે છે

    ડાંગ જિલ્લામાં ઉજવાઈ રહ્યો છે તેરા પર્વ. ડાંગ જિલ્લાના આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરા સાવ અનોખી છે. તેઓ પ્રકૃતિની પૂજા કરે છે અને પ્રકૃતિમાં ખુબ આસ્થા રાખે છે હાલે ડાંગ જિલ્લામાં ઠેર-ઠેર ઉજવાઈ રહ્યો છે 'તેરાનો પર્વ'. અખાત્રીજના બે મહિના પછી આવતો તેરા પર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટેનો પ્રિય તહેવાર ગણવામાં આવે છે આની વિશેષતા એ છે કે ચોમાસાની શરૂઆતમાં પ્રથમ વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદને  લીલા રંગના સુંદર પાન આવે છે  અને પાંદડાં ઉપર આવતા જ તેને તોડી લેવામાં આવે છે આ  પાનને નેવ (નેવેદ્ય)  માનવામાં આવે છે અને નવું પાણી અને પૂજાની સામગ્રી લઈને ગામના ભગત અને ગ્રામજનો સાથે મળીને ગામના છેવાડે પાદરે જંગલમાં આવેલ નાગદેવ વાઘ દેવ સૂર્ય દેવ અને ચંદ્ર દેવની પૂજા કરી આળુના પાનનું શાક બનાવી પોતાના ઇષ્ટ દેવને ધરાવે છે. ડાંગ જિલ્લામાં આ પૂજાવિધિના કાર્યક્રમો થઈ રહ્યા છે અને લોકો ખૂબ જ આસ્થા અને વિશ્વાસ સાથે તેરા પર્વ ઉજવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply