જામનગરમાં 'મારું ગૌરવ' નામે કવિ સંમેલન યોજાયું
Live TV
-
કવિ સંમેલનમાં, કવિ હરકિશન ભાઈ જોશી, અશોક ચાવડા 'બેદિલ', ડો. મનોજ જોષી 'મન', કિરીટ ગૌસ્વામી, નિખીલ જોશી અને ચંદ્રેશ મકવાણાએ, તેમની ચુનંદા રચનાઓ રજૂ કરી.
ગુજરાત સાહિત્ય અકાદમી અને જામનગરની સાહિત્ય સંસ્થા - સેતુના સંયુક્ત ઉપક્રમે, શબ્દ યાત્રા - મારી ભાષા , મારું સાહિત્ય, મારું ગૌરવ નામે કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. ધન્વન્તરી ઓડીટોરીયમમાં સાહિત્યપ્રેમીઓની બહોળી હાજરીમાં યોજાયેલા આ કવિ સંમેલનમાં, કવિ હરકિશન ભાઈ જોશી, અશોક ચાવડા 'બેદિલ', ડો. મનોજ જોષી 'મન', કિરીટ ગૌસ્વામી, નિખીલ જોશી અને ચંદ્રેશ મકવાણાએ, તેમની ચુનંદા રચનાઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં કવિઓ અને પ્રેક્ષકોને એકસૂત્રે બાંધી રાખવાનું કામ, જાણીતા નાટ્યકાર વિરલ રચ્છે સુંદર સંચાલન દ્વારા કર્યું હતું. હાસ્ય, પ્રેમ, વેદના અને રાજકારણ ઉપરની કવિતાઓએ, પ્રેક્ષકોની વાહ વાહ મેળવી હતી.