જામનગર જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ, જિલ્લા કલેક્ટરનું જાહેરનામું
Live TV
-
જો કે, મેડિકલ સ્ટોર 24 કલાક ખુલ્લા રહેશે. આ ઉપરાંત દૂધની ડેરી, શાકભાજી, કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે
જામનગરમાં કોરોના સંક્રમણને રોકવા કલેક્ટરે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. જામનગરમાં સાત પોઝિટિવ કેસ નોંધાતા જામનગર કલેક્ટરે શુક્રવારની મધ્યરાત્રિથી 17મી મે સુધી સંપુર્ણ લોકડાઉનના આદેશ આપ્યા છે. મંત્રીઓ અને અધિકારીઓ સાથેની બેઠક બાદ જામનગર કલેક્ટરે આ નિર્ણય જાહેર કર્યો હતો.
જામનગર જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં કોઈને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. 17મી મે સુધી જામનગરમાં સંપુર્ણ લોકડાઉન રહેશે. જો કે, મેડિકલ સ્ટોર 24 કલાક ખુલ્લા રહેશે. આ ઉપરાંત દૂધની ડેરી, શાકભાજી, કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. સવારે 6થી 9 અને સાંજે 7થી 9 સુધી જ ખુલ્લી રહેશે. આ ઉપરાંત કરિયાણા હોલસેલ વેપારી બપોરે 2થી 4 ખુલશે.
જામનગરમાં આજે કુલ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ જામનગરમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અગાઉ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તો આજે જામનગરમાં બે બાળકોનાં મોત નિપજ્યા છે. એકનો કોરોના રિપોર્ટ આવે તે પહેલાં દમ તોડ્યો હતો. જામનગરમાં 11 માસ અને 14 માસના બાળકનું મોત થયું છે. દરેડના 14 માસના અને ખારવા ગામના 11 માસના બાળકનું મોત નિપજ્યું હતું. આ બંને બાળકોની સારવાર જી.જી.હોસ્પિટલમાં ચાલતી હતી.
