સંવેદના : લોકડાઉનમાં માતાનો જન્મદિવસ ન મનાવી શકી પુત્રી, બસ પછી પોલીસ કેક લઈને ઘરે પહોંચી ગઈ
Live TV
-
સીઆઈડી ક્રાઈમ બ્રાંચના એડીશનલ ડીજીપી શમશેરસિંહનો હૃદયપૂર્વક આભાર માની રહ્યો છે પરિવાર
10 મેના રોજ મધર્સ ડે આવી રહ્યો છે..ત્યારે અમદાવાદ પોલીસે સંવેદનાસભર એવું કાર્ય કરી બતાવ્યુ છે કે સાંભળીને ખુશીના આંસુ છલકાઈ જશે..એક તરફ કોરોના વોરિયર્સ તરીકે અમદાવાદ પોલીસ પોતાની ફરજ ખડેપગે નિભાવી રહી છે અને લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી રહી છે..એવામાં પોલીસ અધિકારી માત્ર કાયદાનું જ પાલન નથી કરાવતા પણ માનવ સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે..વાત છે ક્રાઈમ બ્રાંચના એડિશનલ ડીજીપી સમશેરસિંહની.. કે જેમણે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ વાંચીને લોકડાઉનમાં પરિવારના આનંદને બેવડો કરી દીધો..
વાત એમ છે કે અમદાવાદના બોપલમાં સાસરે રહેતા માનસીબહેન જોગી પરમારના માતા પિતા મણિનગર વિસ્તારમાં રહે છે અને બને વૃદ્ધ દંપત્તિ ડાયાબિટીસના દર્દી છે. ગત સોમવારે તેમની માતાનો જન્મદિવસ હતો. તેમને મન પોતાના વૃદ્ધ માતાની બર્થડે ઉજવવાની ઘણી ઈચ્છા હતી. પણ લોકડાઉન ચાલી રહ્યું છે અને એમાંય મણિનગર, ઇસનપુર રેડ ઝોન હોવાથી તેઓ જાય કે ન જાય તેની દુવિધામાં મુકાયા હતા. ત્યારે અચાનક તેમણે પોતાની ઈચ્છા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી.આ વાત સીઆઇડી ક્રાઇમના શમશેરસિંઘના ધ્યાને આવી હતી. જેથી તેમણે તેમની એક ટીમને આ વૃદ્ધાના ઘરે કેક લઈને મોકલી હતી. સીઆઇડી ક્રાઇમની ટીમે મહિલા સાથે વાત કરીને તેમના પિયર કેક લઈને પહોંચ્યા હતા અને ભેટમાં સેનિટાઇઝર અને ગ્લોવ્ઝ આપી વૃદ્ધ માતા પિતાને તેમની દીકરી સાથે વીડિયો કોલ પર વાત કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
માનસી જોગ પરમારે પોતાના ટ્વીટર પર પોલીસની લાગણીસભર ભેટ બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો ..માનસીએ લખ્યુ છે કે હું આભાર માનું એટલો ઓછો છે.. હું કેટલી આભારી છું એ હું શબ્દો માં વર્ણવી શકું એમ પણ નથી.થેન્ક યુ બહુ નાનો શબ્દ છે આના માટે. પણ તે છતાં દિલ થી તમને થેન્ક યુ @Shamsher_IPS સર, સાધુ સાહેબ અને એ તમામ પોલીસભાઈ નો આભાર કદાચ મારી અને માઁ ના આંખ ના આંસુ, એ આભાર હતા જે શબ્દ ન વર્ણવી શકયા. માનસીએ બીજા એક ટ્વીટમાં લખ્યુ છે કે મારા મમ્મીનો જન્મદિવસ ખૂબ ખૂબ special બનાવવા માટે તમારો આભાર હું માનું એટલો ઓછો છે... મારો એક મેસેજ તમે સાચે જ વાંચ્યો અને મને જવાબ પણ આપ્યો. મને ત્યા સુધી જવાની પરવાનગી મળે તેનો પણ પ્રયત્ન કરવાની હા પાડી, પણ મણિનગર રેડ ઝોનમાં આવતા અમે જવાનું માંડી વાળ્યું.
