Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ પોતાના વિસ્તારમાં માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કર્યુ

Live TV

X
  • સંખેડા તાલુકાના હાંડોદ અને સંખેડા મેઈન બઝારમાં શાકભાજીની લારી,દુકાનોના સંચાલકોને માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ

    કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી છે ત્યારે ભારતમાં છેલ્લા દોઢ મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે, જેમાં  વિવિધ સંગઠનો,સંસ્થાઓ,એનજીઓ,રાજકીય પાર્ટીઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ લોકોની મદદે આગળ આવી અનાજ સહીત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરી રહી છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાંસદો,ધારાસભ્યો,રાજકીય આગેવાનોને પણ કોરોના મહામારીમાં લોકોમાં જાગૃતિ લાવવા અને સાવચેત રહેવા પત્રિકાઓ,સૅનેટાઇઝર,માસ્કનું વિતરણ કરવા આહવાન કર્યું હતું, જેમાં સાંસદોને પોતાના મતવિસ્તારમાં એક લાખ માસ્ક અને ૫૦,૦૦૦ હેન્ડ સૅનેટાઇઝરનું વિતરણ કરવા ની અપીલ કરી છે જેને લઈ રાજયનાં સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાનાં લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા સંખેડા અને બોડેલી તાલુકામાં માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ કર્યું  છે, છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી સહિત ભાજપના પદાધિકારીઓ સાથે ઓ.એન.જી.સી,વડોદરા અને શ્રી રાધે ચેરીટેબલ ટ્રસ્ટ,કવાંટના સહયોગથી સંખેડા અને બોડેલી તાલુકામાં સંગઠન પ્રમુખ,મહામંત્રીને ૫૦૦૦-૫૦૦૦ નંગ માસ્ક અને ૧૭૫૦-૧૭૫૦ નંગ સૅનેટાઇઝર અર્પણ કરી દરેક બૂથમાં પહોંચાડવા સૂચન કર્યું છે, સાથે સાથે સંખેડા તાલુકાના હાંડોદ અને સંખેડા મેઈન બઝારમાં શાકભાજીની લારી,દુકાનોના સંચાલકોને માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ કર્યું હતું,

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply