દાહોદ : વિવિધ 8 તાલુકાઓમાંથી કુલ 1281 પરપ્રાંતિઓને વિશેષ ટ્રેન દ્વારા વતન ઉત્તરપ્રદેશ મોકલાયા
Live TV
-
પરપ્રાંતીયોમાં વતન જવાની ખુશી, તમામ લોકોએ જિલ્લા વહીવટીતંત્રનો માન્યો આભાર
દાહોદ જિલ્લામાંથી વિવિધ તાલુકાઓમાંથી આવેલ પરપ્રાંતિઓ ને આજે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી જુદા જુદા તાલુકાઓ અને ગામમાં રજીસ્ટ્રેશન સેન્ટરો ઉભા કરી સાથે સાથે સ્ક્રિનિંગ કરી અને મેડિકલ સર્ટિફિકેટ આપ્યા હતા અને ત્યાથીજ તેઓને ટિકિટ પણ આપવામાં આવી હતી. પરંતુ ટિકિટના દરેક વ્યક્તિઓ એ પોતાના રૂપિયાથી ટિકિટો લીધી હતી તો અમુક સેવાભાવી સંસ્થાએ રૂપિયા આપ્યા હતા. દાહોદ રેલવે સ્ટેશન ઉપર જિલ્લા કલેકટર વિજય ખરાડી , એસ.પી હિતેશ જોઇસર , SDM એમ.એમ ગણાસવા, Dysp Grp બરોડા મુકેશ ચૌધરી, ડી.વાય.એસપી કલ્પેશ ચાવડા , ટાઉન પી.આઈ વસંત પટેલ cdho ઇન્ચાર્જ પહાડિયા તેમજ રેલવે કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અધિકારીઓની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને એક પછી એક દાહોદ જિલ્લાના ફતેપુરા, લીમખેડા, ગરબાડા, સંજેલી, સિંગવડ, લીમખેડા, ધાનપુર અને દાહોદમાં જે શ્રમિકો એક મહિનાથી પણ વધુ સમયથી લોકડાઉનમાં ફસાયેલા હતા તેવા લોકોને સરકારી બસમાં આવેલ પરપ્રાંતિઓ ને અલીગઢ જતી ટ્રેનમાં બેસાડ્યા હતા અને 2 કલાકની આ બેઠક વ્યવસ્થાની ગોઠવણ પછી ટ્રેન ને રવાના કરવામાં આવી હતી. અને ટ્રેનમાં બેઠા પછી ઘરે પહોંચશે ત્યારે તેમને હાશકારો મળશે.
