આણંદ : સારસામાં સત કૈવલ મંદિરના અવિચલદાસજી મહારાજના હસ્તે શ્રમિકો અને ગરીબોને રાહત કીટનું વિતરણ
Live TV
-
ગરીબ શ્રમિક અને તમામ રેશનકાર્ડ ધારકોને તેલ મરચું,હળદર ગરમ મસાલો ચા ,મીઠું સહિતની મસાલાની કીટો તૈયાર કરી વિતરણ કરાયુ
સૈયદ અલી, આણંદ : કોરોના મહામારીએ વિશ્વભરના દેશોને હચમચાવી નાખ્યા છે ત્યારે ભારત પણ તેમાંથી બાકાત નથી..ભારતમાં ત્રીજુ લોકડાઉન અમલમાં છે ત્યારે આ લોકડાઉનમાં રાજ્યનો કોઇપણ મજૂર વર્ગનો ગરીબ ભૂખ્યો ન રહે તેની કાળજી સરકાર પણ લઈ રહી છે ત્યારે ધાર્મિક સંસ્થાઓ પણ પૂરો સહકાર આપી રહી છે...આણંદના સારસા ખાતે આવેલ કૈવલ જ્ઞાન સંપ્રદાય ગુરૂગાદી સારસાપુરીના સપ્તમ કુવેરાચાર્ય સત્ કેવલ મંદિરના ગાદીપતિ અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ દ્વારા ફરી એકવાર ગરીબો અને શ્રમજીવીઓને જીવન જરૂરી ચીજો પૂરી પાડવાનું અભિયાન ઉપાડ્યુ છે..જેની પાસે રેશન કાર્ડ હોય કે ન હોય પણ જીવન જરૂરી ચીજો ન હોય તેવા લોકોનું ધ્યાન રાખી આવા જરૂરિયાતમંદ પરિવારોને તેલ મરચું,હળદર ગરમ મસાલો ચા ,મીઠું સહિતની મસાલાની કીટો તૈયાર કરી વિતરણ કરવાનો પ્રારંભ કર્યો છે..પાંચ હજારથી વધુ રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યુ છે..સારસા ગામ અને આણંદ જિલ્લાના અંતરિયાળ ગામડાના ગરીબો સુધી રાહત પહોંચાડવામાં આવી રહી છે..
આ પ્રસંગે પૂજ્ય અવિચલદાસજી મહારાજે જણાવ્યુ હતુ કે સરકાર તરફથી પણ રાહત પહોંચાડવામાં આવી રહી છે પણ લોકડાઉનનો કાર્યકાળ લંબાવ્યો છે..ત્યારે એવી વસ્તુઓ કે જે ગરીબોને ન મળી હોય તે આપવાનો નિર્ણય કર્યો છે..અને બધા જ કાર્ડ ધારકો પછી તે બીપીએલ કાર્ડ ધારક હોય કે અન્ય.. તમામને સહાય આપવાનું નક્કી કર્યુ છે..જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યા સુધી આ સેવાકાર્ય ચાલુ રાખવામાં આવશે..
આ પહેલા માર્ચ મહિનામાં પણ સત્ કૈવલ મંદિરના ગાદીપતી દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને જીવન જરુરિયાતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું..જેમાં 5 હજારથી વધુ શ્રમજીવી પરિવારોને 25 હજારથી વધુ રાહત કીટ પહોચાડી સેવાનું ભાથુ બાંધ્યુ હતુ..આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને કૈવલ જ્ઞાન સંપ્રદાય ગુરૂગાદિના સપ્તમ કુવેરાચાર્ય અવિચલદાસજી મહારાજે નેમ વ્યક્ત કરી હતી કે જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યા સુધી ગરીબો અને શ્રમજીવીઓને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય ચાલુ રાખવામાં આવશે..જેમાં અનાજ, શાકભાજી, લોટ, તેલ અને દાળ જેવી ચીજોનો સમાવેશ થાય છે..
