Skip to main content
Settings Settings for Dark

ઈન્ટરનેશનલ નર્સિસ ડે નિમિત્તે ધારપુર જનરલ હોસ્પિટલની સ્ટાફ નર્સ સાથે ઝૂમ કૉલ દ્વારા વાત કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

Live TV

X
  • મુખ્યમંત્રીશ્રીએ કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીના સમયમાં મારી નર્સ તરીકેની ફરજને બિરદાવી તેનાથી ગર્વ અનુભવું છું - સ્ટાફ નર્સ જયશ્રીબેન પંડ્યા

    માહિતી વિભાગ, પાટણ : આમ તો હું છેલ્લા ૯ વર્ષથી સ્ટાફ નર્સ તરીકે નોકરી કરૂં છું પણ આજે ઈન્ટરનેશનલ નર્સિસ ડે નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મારી સાથે સીધી ફોન પર વાત કરી મારો દિવસ યાદગાર બનાવી દીધો છે. COVID-19 પોઝીટીવ દર્દીઓની સારવાર માટે આઈસોલેશન વોર્ડમાં મેં બજાવેલી ફરજને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી છે જેનાથી હું ખુબ જ ગર્વ અનુભવું છું. આ શબ્દો છે પાટણની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન પંડ્યાના. ઈન્ટરનેશનલ નર્સિસ ડે નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઝૂમ કૉલથી વાત કરી જયશ્રીબેનની ફરજની વિગતો મેળવી કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીના સમયમાં અહર્નિશ કાર્યરત કોરોના વોરિયરની ઉત્તમ સેવાઓને બિરદાવી નર્સિસ ડેની શુભેચ્છાઓ પાઠવી હતી.

    જનસામાન્ય પ્રત્યે સંવેદનાપૂર્ણ અભિગમ દાખવનાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્ટાફ નર્સ તરીકેની ફરજ અંગે પૃચ્છા કરતાં જયશ્રીબેને જણાવ્યું કે, આઈસોલેશન વોર્ડમાં ડૉક્ટર્સ દ્વારા COVID-19 પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી દવાઓ સહિતની સારવાર સમયસર મળી રહે તે સુનિશ્વિત કરવા સાથે દર્દીઓને પાણી અને ભોજન જેવી જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તેનું ધ્યાન રાખીએ છીએ. મેડિકલ સારવાર સાથે દર્દીઓને મેન્ટલ અને સાઈકોલોજીકલ સપોર્ટ આપી સુમેળભર્યા વાતાવરણમાં કામ કરીએ છીએ જેથી તેઓ હતાશ ન થાય.

    મુખ્યમંત્રીશ્રીને આઈસોલેશન વોર્ડમાં સ્વસુરક્ષા માટેની વ્યવસ્થા અંગે વાત કરતાં જયશ્રીબેને જણાવ્યું કે, અમને દર્દીઓની સારવાર માટે આઈસોલેશન વોર્ડમાં જતી વખતે અમારી સુરક્ષા માટે PPE કીટ, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, ગ્લવ્ઝ અને સેનેટાઈઝર્સ સહિતની વસ્તુઓ અને મેડિકલના સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી તથા રેસીડેન્ટ મેડિકલ ઑફિસરશ્રી સહિતના સ્ટાફનો સંપૂર્ણ સહયોગ મળતાં વધુ સારી રીતે કામગીરી કરી શકીએ છીએ. ત્યારબાદ આરોગ્ય સચિવશ્રી જયંતિ રવીએ આઈસોલેશન વોર્ડમાં દર્દીઓ સાથેના સ્વાનુભવ અંગે પૃચ્છા કરતાં જયશ્રીબેને સારવાર હેઠળ રહેલા COVID-19ના દર્દીઓ તથા હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ થતા દર્દીઓ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી તબીબી સેવા અને સહયોગપૂર્ણ અભિગમથી સંતુષ્ટ અને આભારી હોવાનું જણાવ્યું હતું.

    રાજ્ય સરકારના કર્મયોગી અને કોરોના વોરિયર તરીકે COVID-19 પોઝીટીવ દર્દીઓની સારવાર કરી રહેલા જયશ્રીબેને પોતાની દોઢ વર્ષની દિકરીથી સતત ૨૧ દિવસ દૂર રહી ફરજ પ્રત્યેના અભૂતપૂર્વ સમર્પણભાવનો પરિચય આપ્યો છે. પોતાની નર્સ તરીકે ફરજને માતા તરીકેની તેમની જવાબદારીથી વધુ મહત્વ આપનાર જયશ્રીબેન આઠ દિવસની આઈસોલેશન વોર્ડની ફરજ અને ત્યારબાદ મેડિકલ કૉલેજ ખાતેના ૧૪ દિવસના ક્વોરન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કરી ઘરે પરત ફર્યા ત્યારે પુષ્પવર્ષા કરી તેમની સોસાયટીના રહીશોએ જયશ્રીબેનને નવાજ્યા હતા.

    મૂળ ઈટાલીના અને લેડી વિથ અ લેમ્પ તરીકે જગપ્રખ્યાત નર્સ ફ્લોરેન્સ નાઈટીંગલની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વભરમાં ઉજવાઈ રહેલા ઈન્ટરનેશનલ નર્સિસ ડે નિમિત્તે કોરોનાના દર્દીઓની સારવાર માટે સમર્પિત નર્સની સેવાઓને બિરદાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની સુરક્ષા અને પરિવાર અંગે નિશ્ચિંત થઈ રાત-દિવસ કામ કરી રહેલા નર્સિંગ સ્ટાફ પ્રતિ પોતાની સંવેદનાના દર્શન કરાવ્યા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply