જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો મુગલ ગાર્ડન
Live TV
-
મુલાકાતીઓ માટે અનવના ફૂલ સહિત સ્પિરિચ્યુઅલ ગાર્ડન, હર્બલ ગાર્ડન, બોન્સાઇ ગાર્ડન અને મ્યુઝિકલ ગાર્ડનની મુલાકાત લેવાની તક મળશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા મુગલ ગાર્ડનમાં ઉદ્યાનોત્સવનું ઉદઘાટન કર્યું હતું. મુગલ ગાર્ડન 6 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી દેશની જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ દરમિયાન કોઈ પણ નાગરિક મુગલ ગાર્ડનની મુલાકાત લઈ શકશે. સોમવારે મુલાકાતી માટે મુઘલ ગાર્ડન બંધ રહેશે.
રાષ્ટ્રપતિ ભવનનું આ મુગલ ગાર્ડન 15 એકરમાં પથરાયેલું છે. ઉદ્યાનોત્સવ દરમિયાન અનેક પ્રકારના સુંદર ફૂલો છે. આ સાથે જ 135 પ્રકારના ગુલાબ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આવેલા મુગલ ગાર્ડન જાહેર જનતા માટે નિ:શુલ્ક પ્રવેશ છે. મુગલ ગાર્ડન સાથે દર્શકો માટે સ્પિરિચ્યુઅલ ગાર્ડન, હર્બલ ગાર્ડન, બોન્સાઇ ગાર્ડન અને મ્યુઝિકલ ગાર્ડનની મુલાકાત લેવાની તક મળશે.