જીએસએફસીની નવી પહેલ : ખેડૂતો માટે શહેરી કૃષિ સામગ્રી વેચાણ કેન્દ્રનો શુભારંભ કરાશે
Live TV
-
૫મી એપ્રિલના રોજ ફર્ટીલાઇઝરનગર ટાઉનશીપ ગેટ ખાતે કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે.
રાજ્ય સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડ (જીએસએફસી) એ એક નવી પહેલના રૂપમાં અર્બન એગ્રી ઇનપુટ આઉટલેટ એન્ડ હેલ્થ ફુડ કિઓસ્ક (શહેરી કૃષિ સામગ્રી વેચાણ કેન્દ્ર સહ આરોગ્યપ્રદ અલ્પાહાર સુવિધા) શરૂ કરવાનું આયોજન કર્યું છે. ગુરુવાર તા.૫મી એપ્રિલ, ૨૦૧૮ના રોજ બપોરના ૨.૪૫ કલાકે ફર્ટીલાઇઝરનગર ટાઉનશીપ ગેટ ખાતે ખેડૂતોને ખાતર, પ્રવાહી ખાતર સહિતની ખેત ઉપયોગી સામગ્રીના છુટક વેચાણની સુવિધા આપતા આ કેન્દ્રનો શુભારંભ, ભારત સરકારના ખાતર વિભાગના સચિવ શ્રીમતી ભારતી શિવાસ્વામી સિહાગ અને જીએસએફસીના એમડી શ્રી એ.એમ.તિવારી કરાવશે.