Skip to main content
Settings Settings for Dark

જીવન ટેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને માત્ર 20 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

Live TV

X
  • જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેક્ટકર-6માં પેટ્રોલપંપ નજીક ભોજન પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ સવારે 11.30થી 1.30 સુધી માત્ર 20 રૂપિયાના નજીવા દરે ભર પેટ ભોજન આપવામાં આવશે.

    રાજ્યના પાટનાગર ગાંધીનગરમાં હવે જરૂરિયાતમંદ ભૂખ્યા લોકોને નિયમીત પણે ગરમ અને પૌષ્ટીક ભોજન મળશે. જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેક્ટકર-6માં પેટ્રોલપંપ નજીક ભોજન પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ સવારે 11.30થી 1.30 સુધી માત્ર 20 રૂપિયાના નજીવા દરે ભર પેટ ભોજન આપવામાં આવશે. જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઈન્કમટેક્ષ ખાતે જીવન પ્રસાદ ઘર છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે. દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન  પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં ૩૦ થી વધુ બહેનોને રોજગારી મળે છે. આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે અહિ ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા તથા પોતાનુ ટિફિન લાવે તો ટિફિનમાં પણ ભોજન ભરી આપવામાં આવે છે. જીવન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નિલેશ જાનીએ આ સેવાનો લાભ લેવા જરૂરતમંદ લોકોને અપિલ કરી છે અને સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ પણ કર્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply