જુનાગઢ જનવાણી રેડિયોની એપ કરવામાં આવી લોન્ચ
Live TV
-
ભારત સરકાર દ્વારા લોકોને મનોરંજન સાથે સમાચાર અને માહિતી મળતી રહે અને વિચારોનું આદાન-પ્રદાન થતું રહે એવા આશયથી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન સ્થાપવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા લોકોને મનોરંજન સાથે સમાચાર અને માહિતી મળતી રહે અને વિચારોનું આદાન-પ્રદાન થતું રહે એવા આશયથી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન સ્થાપવામાં આવ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જુનાગઢ જનવાણીના નામે 91.2 CRS રેડિયો ચાલી રહ્યો છે. જેમાં પંદર કિલોમીટર વિસ્તાર કવર થઇ રહ્યો છે. ત્યારે હવે વધુ લોકો સુધી રેડીયોની માહીતિ પહોંચાડવા માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા એપ લોન્ચ કરવામાં આવી છે. જેના દ્વારા જૂનાગઢ સહિત વિશ્વના કોઇપણ ખુણામાં બેઠેલા કોઇપણ વ્યક્તિ રેડિયો સાંભળી શકે છે. લોન્ચિંગ કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તથા વિસ્તરણ શિક્ષણ નિયામક તેમજ વિદ્યાશાખાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દેવદત ભટ્ટે કહ્યું કે, માનનીય વડાપ્રધાનનું પણ સપનું છે કે ઘરે-ઘરે રેડીયો દ્વારા જરૂરી માહિતી પહોંચે આ વાતને સાકાર કરવા અને સહયોગી બનવા નમ્ર પ્રયાસ કર્યો છે.
