જૂનાગઢ: પ્રોજેક્ટ હિરદારી અંતર્ગત સફાઈ કર્મીઓ માટે યોજાઈ ફાયર સેફટી તાલીમ શિબિર
Live TV
-
જૂનાગઢ: પ્રોજેક્ટ હિરદારી અંતર્ગત સફાઈ કર્મીઓ માટે યોજાઈ ફાયર સેફટી તાલીમ શિબિર
જૂનાગઢ ખાતે 'પ્રોજેક્ટ હિરદારી' દ્વારા જૂનાગઢ ફાયર સેફટી વિભાગના સહયોગથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા સફાઈ કર્મીઓ માટે ખાસ ફાયર સેફટી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્ડમાં સતત કામ કરતા સફાઈ કર્મીઓની સુરક્ષા અને જાગૃતિ વધારવાના હેતુથી આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
આ શિબિરમાં ફાયર સેફટીના સાધનો કેવી રીતે કામ કરે છે, ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે સુરક્ષિત રીતે કેવું બહાર આવી શકાય અને તાત્કાલિક ધોરણે કેવા પ્રાથમિક પગલાં લઈ શકાય તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
કચરામાં આગનું જોખમ અને CNG વાહનોની સુરક્ષા પર વિશેષ ભાર
રોજિંદા કચરા એકત્રિકરણ દરમિયાન કેટલીક એવી વસ્તુઓ આવી જતી હોય છે જેનાથી આગ લાગવાની સંભાવના વધી જાય છે. આ બાબતે સફાઈ કર્મીઓને સતર્ક રહેવા માટે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, ખાસ કરીને સીએનજી (CNG) ગાડીઓમાં આગ લાગે તેવી અણધારી પરિસ્થિતિમાં શું કરવું અને કેવી સાવચેતી રાખવી તે અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
