Skip to main content
Settings Settings for Dark

વડોદરાવાસીઓ માટે ખુશખબર: નવરાત્રિમાં ખેલૈયાઓ માટે પહેલીવાર યોજાશે 'AC ડોમ ગરબા-2026'

Live TV

X
  • વડોદરાવાસીઓ માટે ખુશખબર: નવરાત્રિમાં ખેલૈયાઓ માટે પહેલીવાર યોજાશે 'AC ડોમ ગરબા-2026', ભૂમિપૂજન સંપન્ન

    આગામી પવિત્ર નવરાત્રિના પર્વને લઈને વડોદરાના ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના ગરબા રસિકો માટે આ વખતે નવરાત્રિનો રોમાંચ બેવડાઈ જશે, કારણ કે શહેરમાં પ્રથમ વખત ‘AC Dome Garba-2026’ નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.

    શહેરના પ્રખ્યાત સત્યનારાયણ લૉન્સ ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે આ ભવ્ય આયોજનનું ભૂમિપૂજન સંપન્ન થયું છે.

    ગરમી અને બફારાથી મળશે રાહત, મળશે આધુનિક સુવિધાઓ
    વડોદરામાં આ પહેલો અનોખો પ્રયોગ છે, જ્યાં ખેલૈયાઓ ગરમી કે બફારાની ચિંતા કર્યા વગર આરામથી ગરબે ઘૂમી શકશે. ‘ધ રેડ ઇમ્પ્રિન્ટ્સ’ દ્વારા આયોજિત આ એસી ડોમ ગરબામાં ખેલૈયાઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 

    સંપૂર્ણ વાતાનુકૂલિત (Air Conditioned) ડોમ તૈયાર કરવામાં આવશે, જેથી ખેલૈયાઓને ગરમીથી સંપૂર્ણ રાહત મળે. ગરબાના આયોજનમાં સાઉન્ડ, લાઈટિંગ અને સુરક્ષાની અત્યાધુનિક વ્યવસ્થાઓ રાખવામાં આવશે. ખેલૈયાઓની સુરક્ષા, પાર્કિંગ અને ભીડ નિયંત્રણ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેથી પરિવાર સાથે આવતા લોકોને કોઈ અસુવિધા ન થાય.

    પ્રથમ વખત એસી ડોમમાં ગરબા રમવાની રોમાંચક તક મળવાની હોવાથી વડોદરાના યુવાનો અને ગરબા પ્રેમીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
apply