જેવો તેનો ચાંચનો આકાર, તેવું તેનું નામ જાણો આ ફાટી ચાંચ ઢોંક વિશે
Live TV
-
ફાટી ચાંચ ઢોંક (Asian openbill, વૈજ્ઞાનિક નામ: Anastomus oscitans). જેવો તેનો ચાંચનો આકાર, તેવું તેનું નામ. ફાટી ચાંચ ઢોંકને અલગ જ આકાર વાળી, વચ્ચેથી મોટી જગ્યા દેખાય એવી જાખા ગ્રે તથા આછા પીળા રંગની ચાંચ હોય છે. ચાંચનો ઉપરનો ભાગ સીધો અને નીચેનો ભાગ વળેલા સૂપડા જેવો હોય છે. ઉપરાંત, ફોટોમાં દર્શાવ્યા મુજબ, ફાટી ચાંચ ઢોંકને ગુલાબી જેવા પગ હોય છે. વાન એનો ધોળો, પાંખો કાળી તથા પૂંછ ચળકાટ વાળી હોય છે.
ફાટી ચાંચ ઢોંકનું કદ ૮૧ સેમી તથા પાંખોનો ઘેરાવો ૧૪૭ થી ૧૪૯ સેમી જેટલો હોય છે. ગોકળગાય તેમનો ભાવતો ખોરાક છે. સવારમાં ગોકળગાયને તેના કવચ સાથે પકડીને લઈ જતા દેખાતાં હોય છે. ચાંચના છેડા પરનો થોડો એવો વળાંક કવચ તોડી ભોજન કરવામાં મદદરૂપ થાય છે. ફાટી ચાંચ ઢોંક જળપ્લાવિત ક્ષેત્રોમાં ઊંચા વૃક્ષ પર સમૂહમાં વસાહત કરે છે. એકસાથે ૨ થી ૪ ઈંડાં મૂકે છે જેને નર અને માદા વારાફરતી કુલ ૨૫ દિવસ સુધી સેવે છે. ઉનાળામાં ખંભાતમાં જોવા મળેલ છે.
(ફોટો સ્ટોરી: જયેન્દ્ર ભાલોડીયા @jey_flyingbird ઈકો ફ્રેંડ્સ ગુજરાત @ecofriends.gujarat) #DDEcoFriends
