Skip to main content
Settings Settings for Dark

કાણી બગલી નામના આ પક્ષીની જાણી અજાણી વાતો

Live TV

X
  • કાણી બગલી (Indian pond heron, વૈજ્ઞાનિક નામ: Ardeola grayii). ભલે હોય નામ કાણી પણ આ બગલી ચતુર દેખતી બગલી છે. કુદરતે આપેલા રેખા વાળા બ્રાઉન રંગના કારણે તે સરળતાથી આસપાસનાં વાતાવરણમાં એકરૂપ થઈ જાય છે અને લપાતી છુપાતી છેક શિકારની નજીક પહોંચી તેને પકડી લે છે. તેના આવા વર્તનનાં કારણે જાતક કથામાં કાણી બગલી એવી ઉપમા અપાઈ છે. ઉપરાંત, શિકાર દરમ્યાન મોટા ભાગનો સમય શાંતિથી ઊભે છે અને છેલ્લી ઘડીએ દોટ મૂકે છે. આવા વર્તનના કારણે પણ તેને ઘણા વિસ્તારમાં કાણી ઉપમા અપાય છે.

    સામાન્ય રીતે કાણી બગલી જળાશયો, પાણીની નહેરો તથા કાદવ-કીચડ વાળી જગ્યામાં જોવા મળે છે. તેનું કદ ૪૦ થી ૫૦ સેમી જેટલું અને પાંખોનો ઘેરાવો ૮૦ થી ૧૦૦ સેમી જેટલો હોય છે. પીળા રંગની ચાંચ છેડેથી કાળી તથા માથાના જોડાણ પાસે વાદળી રંગની હોય છે. ઉનાળામાં અમદાવાદ નજીક થોળ પક્ષી અભ્યારણ્યમાં જોવા મળેલ છે. 

    (ફોટો સ્ટોરી: જયેન્દ્ર ભાલોડીયા @jey_flyingbird ઈકો ફ્રેંડ્સ ગુજરાત @ecofriends.gujarat) #DDEcoFriends
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply