જેવો રંગ અને આવાસ તેવું નામ તથા મુખ્યત્ત્વે દરિયાઈ વિસ્તારમાં જોવા મળતા આ દરિયાઈ બગલા વિશે જાણો
Live TV
-
દરિયાઈ બગલો બીજા સમાન પ્રજાતિના બગલા સાથે સમૂહમાં માળો બનાવી રહેવાનું પસંદ કરે છે. શિયાળામાં પોરબંદર નજીક અમિપુર ડેમ માં જોવા મળેલ છે.
દરિયાઈ બગલો (Western reef egret, વૈજ્ઞાનિક નામ: Egretta gularis). જેવો રંગ અને આવાસ તેવું નામ. દરિયાઈ બગલો દેખાવે પાણી નાં રંગ જેવો હોય છે તથા મુખ્યત્ત્વે દરિયાઈ વિસ્તારમાં જોવા મળે છે. ગળાનો રંગ સફેદ તથા ચાંચ પીળા રંગની હોય છે.
દરિયાઈ બગલાનું કદ ૫૫ થી ૬૫ સેમી તથા પાંખ નો ઘેરાવો ૮૫ થી ૧૦૫ સેમી હોય છે. સંવનન સમયે માથા પર બે લાંબા પીંછા હોય છે જે દૂરથી જોતા ચોટલી જેવા લાગે છે. તેમનો મુખ્ય ખોરાક mudskipper નામની માછલીઓ છે. શિકાર પકડવા માટે તે બીજા બગલાઓ ની માફક પાણીમાં સ્થિર ઊભા રહે છે. ઉપરાંત ઘણી વાર, છીછરાં પાણીમાં શિકારની પાછળ દોડીને તથા પાંખો ફફડાવીને શિકારને ચલીત કરીને પકડે છે. દરિયાઈ બગલો પાણીની સપાટીથી ઘણો નજીક ઊડતો પણ જોવા મળે છે. આમ કરવાનું કારણ ઉર્જાનો બચાવ કરવાનું હોય છે. પાણીની સપાટીની નજીક ઉડવાથી બગલાને હવાનો અવરોધ ઓછો લાગે છે. આ રીતે સર્જાતી કુદરતી અનુકૂળતાને વૈજ્ઞાનિકોએ 'ground effect' એવું નામ આપ્યું છે. આ effect ના સંદર્ભમાં, ઘણી વાર ઓવરલોડ વિમાનો જમીન ની નજીક ઉડી શકતા હોય છે પરંતુ વધારે ઊંચી ઉડાન ભરી શકતાં નથી.
દરિયાઈ બગલો બીજા સમાન પ્રજાતિના બગલા સાથે સમૂહમાં માળો બનાવી રહેવાનું પસંદ કરે છે. શિયાળામાં પોરબંદર નજીક અમિપુર ડેમ માં જોવા મળેલ છે.
(ફોટો સ્ટોરી: જયેન્દ્ર ભાલોડીયા @jey_flyingbird ઈકો ફ્રેંડ્સ ગુજરાત @ecofriends.gujarat) #DDEcoFriends
