ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત 17 જુલાઈ યોજાશે
Live TV
-
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેરી વિભાગ, અમદાવાદ-380009ની કચેરી ખાતે તા. 14-07-2021ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવશે. સિનિયર સુપ્રિડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળવામાં આવશે અને સમસ્યાનો અદાલતમાં જ સંધાન કરવામાં આવશે.
અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મનીઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સિનિયર સુપ્રિડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), આકાશવાણી ઓફિસની પાછળ, ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ મોકલવી જેથી નિયત તારીખ 07-07-2021 સુધી કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહિ.
ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહિ. તદુપરાંત ફરિયાદની એક અરજીમાં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.
