આણંદમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાતા ખુશીનો માહોલ
Live TV
-
આણંદ જીલ્લામાં ખેડૂતોને ખેતી માટે પાણીની મુશ્કેલી ન રહે તે માટે મહી સિંચાઈ વિભાગ દ્વારા નહેરોમા ખેતી માટે પાણી શરૂ કરાયુ હતુ,
આણંદ જીલ્લામાં ખેડૂતોને ખેતી માટે પાણીની મુશ્કેલી ન રહે તે માટે મહી સિંચાઈ વિભાગ દ્વારા નહેરોમા ખેતી માટે પાણી શરૂ કરાયુ હતુ, જેથી નહેરોમા પાણી શરૂ થતા ખેડૂતોમા ખુશીની લહેર જોવા મળી હતી...આ વષે જૂન મહીનામાં સમયસર વરસાદ શરૂ થતા જ ધણાં ખેડૂતોએ જુદા-જુદા પાકોની વાવણી તથા રોપણી શરૂ કરી હતી.. પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ન આવતા ખેડૂતોની ચીતામા વધારો થયો હતો.. જેથી ખેડૂતોએ મહી સિંચાઈ વિભાગને નહેરોમા પાણી આપવામાં આવે તેવી માગ કરી હતી.. જેથી સિંચાઈ વિભાગ દ્વારા તમામ નહેરોમા પાણી શરૂ કરાયુ હતુ, નહેરોમા પાણી શરૂ થતા ખેડૂતની મુશ્કેલી દૂર થતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો.
