ડાંગઃ દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા 130 ગામોમાં 2000 થી વધુ પરિવારોને અનાજની કીટનું વિતરણ
Live TV
-
વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં વિવિધ સંસ્થા અને સંગઠનો મદદે આવીરહ્યા છે .ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ ગરીબ આદિવાસીઓની દરકાર લેતા દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા 130 ગામોમાં 2000 થી વધુ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે ગરીબ આદિવાસીઓની રોજગારી બંધ થતાં તેઓના પરિવારનું ગુજરાન ચલાવવા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આવા સંજોગોમાં દિવાળી બેન ટ્રસ્ટ અને જનસેવા મંડળ ના સહયોગથી ડાંગ જિલ્લામાં 130 ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.જ્યારે આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે કલેકટર ભાવિન પંડ્યા અને ધારાસભ્ય વિજય પટેલના હસ્તે આહવામાં રહેતા 1500 ગરીબ પરિવારને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાભાવી સંસ્થા અને અનાજની કીટ મળતા ગરીબ પરિવાર માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
