સુરત: દૂષિત પાણી પીવાના કારણે 6 ના મૃત્યુ
Live TV
-
સુરતના કઠોર ગામમાં દૂષિત પાણી પીવાના કારણે એક જ દિવસમાં 50 થી વધુ લોકો બીમારીનો ભોગ બન્યા છે.. જેમાંથી 6 દર્દીના મૃત્યું થયાં હતાં. આ ઘટનાને પગલે સુરતના મેયર હેમાલી બોઘાવાલા, સમિતિના અધ્યક્ષ અને હાઇડ્રોલિક વિભાગના એન્જિનિયરો કઠોર ગામની મુલાકાતે પહોંચ્યા હતા. મેયર હેમાલી બોઘાવાલાએ મૃતક પરિવારજનોને અને અસરગ્રસ્ત દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ મૃતકના પરિવારોને એક-એક લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે સારવાર હેઠળના દર્દીઓનો સારવાર ખર્ચ ચૂકવવાની પણ જાહેરાત કરી હતી..
