ડાંગઃ વઘઈ ખાતે પાંચ દિવસીય વ્યવસાયિક બામ્બુ ક્રાફ્ટની તાલીમ યોજાઈ
Live TV
-
ડાંગઃ વઘઈ ખાતે પાંચ દિવસીય વ્યવસાયિક બામ્બુ ક્રાફ્ટની તાલીમ યોજાઈ
ડાંગ જિલ્લાના વઘઈ ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલના માર્ગદર્શન હેઠળ “વાંસની ટોપલી અને અન્ય વાંસ હસ્તકલા ઉત્પાદન” પર પાંચ દિવસીય વ્યવસાયિક બામ્બુ ક્રાફ્ટનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમમાં ડાંગ જિલ્લાના વિવિધ ગામોના 18 જેટલા સખી મંડળમાંથી 30થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં વાંસમાંથી બનતી બનાવટો જેવી કે, વાંસની ટોપલી, પેન સ્ટેન્ડ, રોપા મુકવા વાંસના સ્ટેન્ડ, બર્ડ સ્ટેન્ડ, ટ્રોફી, બામ્બુ ટ્રે તેમજ વાંસના રમકડાં બનાવવાનું તાલીમના માધ્યમથી શીખવવામાં આવ્યું હતું.