ડાંગના બજારમાં સ્ટ્રોબેરીનું ધૂમ વેચાણ
Live TV
-
રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ખેડૂતો , મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરીની ખેતી કરતા હોવાથી , ડાંગના બજારોમાં સ્ટ્રોબેરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ખેડૂતો , મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરીની ખેતી કરતા હોવાથી , ડાંગના બજારોમાં સ્ટ્રોબેરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જિલ્લાના 25 જેટલા ખેડૂતોએ , ઓછા ભાવે ઉપલબ્ધ સ્ટ્રોબેરીની ખેતી કરી છે. ખેડૂતો આ સ્ટ્રોબેરી , વઘઈ અને સાપુતારાના બજારમાં વેચી રહ્યા છે. આ વર્ષે ગલકુંડ, બરડ પાણી, ભૂરા પાણી, દભાસ, બરમ્યાવડ જેવા ગામોમાં , સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી છે. બાગાયત ખાતા દ્વારા પણ , સ્ટ્રોબેરીની ખેતી માટે ખેડૂતોને સહાય ચુકવવામાં આવે છે. હાલ 30 ટકા જેટલી ઉપજ થઈ છે. પરંતુ ધીરે ધીરે ફૂલ સિઝન આવતા , ખેડૂતોને સારા પ્રમાણમાં આવક મળી રહેશે. મહત્વનું છે કે, સ્ટ્રોબેરીની સાથે , સ્ટ્રોબેરીના રનર્સનું પણ વેચાણ કરવામાં આવે છે , અને તેમાંથી પણ સારી આવક મળી રહે છે.
