ડાંગ જિલ્લાના વઘઇ ખાતે મિલેટ્સ “વાનગી સ્પર્ધા” યોજાઇ, મિલેટ્સમાંથી બનેલ વિવિધ વાનગીઓ રજૂ કરાઈ
Live TV
-
આ સ્પર્ધામાં નાગલીના રોટલા, કેક, કુકીઝ, બિસ્કિટ, નાગલીનો શીરો વગેરે વાનગીઓ રજૂ કરવામાં આવી.
ડાંગ જિલ્લાના વઘઇ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે મિલેટ્સ વાનગી સ્પર્ધા” યોજાઇ હતી. આ વાનગી સ્પર્ધામાં ડાંગ અને નવસારી જિલ્લાની આંગણવાડી કેન્દ્રોની બહેનોએ ભાગ લઇને મિલેટ્સમાથી બનેલ વિવિધ વાનગીઓ રજૂ કરી હતી. આ સ્પર્ધામાં નાગલીના રોટલા, કેક, કુકીઝ, બિસ્કિટ, નાગલીનો શીરો, ચેવડો, ખાખરા, લાડુ, ઢોકળા, નાનખટાઈ વગેરે વૈવિધ્યપૂર્ણ બેકરી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.. કમિટીએ મિલેટ્સ વાનગી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ આપવામાં આવ્યો હતો.. 40 થી વધુ મહિલાઓએ 80 જેટલી આઇટમો રજૂ કરીને વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
