ડાંગ જિલ્લામાં ખેડૂત લાભાર્થીઓને બિયારણ-ખાતરની કીટનું વિતરણ
Live TV
-
તેમણે ખેડૂતોને સુધારેલી જાતોનું બિયારણ વાવી યોગ્ય માવજત સાથે ખેતી કરવા અનુરોધ કર્યો હતો.
ડાંગ જિલ્લામાં વન અને આદિજાતિ મંત્રી ગણપત સિંહ વસાવાના વરદ હસ્તે જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને બિયારણ અને ખાતરની કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જંગલ સહકારી સંઘ સાપુતારા નાકા પાસે આ કાર્યક્રમયોજાયો હતો. આ પ્રસંગે વન મંત્રીએ જણાવ્યું હતું કે સરકારશ્રીનો મુખ્ય અભિગમ એ છે કે આદિજાતિ કુટુંબની આવકમાં વૃદ્ધિ થાય અને તેની આર્થિક પરિસ્થિતિ સુધરે.
