કોબાઃ ગામ દાતાઓએ નવા સત્રના 35 બાળકોને આપી શિક્ષણ કીટ
Live TV
-
ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી શાળાઓ નવા સત્રના પ્રારંભમાં ધોરણ -1 માં નવા પ્રવેશ લેતા બાળકોનો ઉત્સાહ વધારવા શાળા પ્રવેશોત્સવ યોજાય છે. જેમાં બાળકોને સ્કૂલ બેગ, નોટ બુક, લંચ બોક્ષ સહિત અભ્યાસ સામગ્રી કીટ આપી શાળામાં પ્રવેશ અપાય છે.
હાલ આખું વિશ્વ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યું છે ત્યારે તમામ પ્રકારના જાહેર કાર્યકમો નહિ યોજવા માટે સરકારે કડક સૂચના આપી છે. જેને પગલે પ્રાથમિક શાળામાં યોજાતા પ્રવેશોત્સવના કાર્યકમો રદ કરાયા છે. ત્યારે કોબા ગામનાં બાળકોનો અભ્યાસમાં ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરાયો હતો.
જેમાં ધોરણ 1માં પ્રવેશ મેળવનારા 35 વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી સાથેની કીટનું કોબા ગામના સરપંચ યોગેશભાઈ ન્યાયી અને ગામના દાતાઓના સહયોગથી વિતરણ કરાયું હતું. જેમાં શાળાના આચાર્ય હસમુખ પ્રજાપતિ, તેમજ સરપંચ એ તમામ બાળકોના ઘરે જઈને કિટનું વિતરણ કર્યું હતું.
