Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લો આજે દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બનશેઃ મુખ્યમંત્રી સત્તાવાર જાહેરાત કરશે

Live TV

X
  • પ્રકૃતિના ખોળે વસેલો ડાંગ જિલ્લો હવે દેશ માટે રોલ મોડેલ બનવા જઈ રહ્યો છે. આજે ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર થશે. આજે ડાંગ જિલ્લાના આહવા ખાતે પોલીસ પરેડ મેદાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં "આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ" કાર્યક્રમ યોજાનારા છે. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી આધારિત ડાંગ જિલ્લાને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 

    ડાંગ જિલ્લાના કુલ વિસ્તારમાં 77 ટકા વન વિસ્તાર છે. જિલ્લામાં ૨૬ જાતના વૃક્ષ 2,205 પ્રકારના ફુલ, 410 જાતની વનસ્પતિ છે. છેલ્લા બે વર્ષથી ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે ડાંગ જિલ્લામાં રાજ્યનું ગિરીમથક સાપુતારા આવેલું છે જે પ્રવાસીઓને તેની હરિયાળી અને સુંદરતાથી સતત આકર્ષતું આવ્યું છે. દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લાની આ જાહેરાતથી પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply