Skip to main content
Settings Settings for Dark

વડોદરા એન.સી.સી - 3 બટાલિયનના કેડેટ્સ માટે યોજાયો મતદાર નોંધણી જાગૃતિ કાર્યક્રમ

Live TV

X
  • વડોદરાના ફતેગંજ સ્થિત એન.સી.સી - 3 બટાલીયન ખાતે એન.સી.સી કેડેટ માટે મતદાર નોંધણી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલ મતદાર યાદી ખાસ સુધારણા બાબતે નવા મતદારોને નોંધણી કામગીરી અંગે માહિગાર કરવામાં આવ્યા હતા. 142 સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારી મૈત્રીદેવી સીસોદીયા તથા જિલ્લાના સ્વીપ નોડલ સુધીર જોશી દ્વારા એન.સી.સી.ના સીઈઓ કર્નલ એસ.પવનકુમારની ઉપસ્થિતિમાં એન.સી.સી કેડેટને મતદાન અંગે જાગૃત કરવા આ કાર્યક્રમ યોજાયો હતો. 
    આ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, વોટર હેલ્પલાઇન અને એન.વી.એસ.પી વગેરે પોર્ટલ પર કેવી રીતે નામ નોંધાવવું તે અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેડેટ્સ દ્વારા પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેડેટ્સને તેઓ પોતે મતદાર તરીકે નોંધણી કરાવશે અને અન્યોને પણ મતદાર યાદીમાં નામ નોંધાવવા જાગૃત કરશે તે મુજબ શપથ લેવડાવવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply