મહેસાણાના પ્રોફેસરે ફૂડ સાયન્સમાં સમગ્ર દેશમાં 7 મો ક્રમ મેળવી વધાર્યું ગુજરાતનું ગૌરવ
Live TV
-
મહેસાણા જિલ્લામાં શ્વેતક્રાંતિ લાવનાર દૂધસાગર ડેરી સંલગ્ન માનસિંહભાઈ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડો.દિપક મુદગીલ છેલ્લા ઘણાં વર્ષોથી દૂધસાગર ડેરી પરિવારના સભ્ય રહ્યા છે. તેમની રિસર્ચ સહિતની એક્ટિવિટીનો યુ.એસની સ્ટેનફોર્ડ યુનિવર્સીટીના સર્વેમાં નોંધ લેવાઈ હતી. વિશ્વના વૈજ્ઞાનિકોની કામગીરી અને આવડતની સાપેક્ષ અગ્રેસર રહેલા, 2 ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં ડો.દિપક મુદગીલનું નામ પણ પ્રસિદ્ધ થયું છે. તેમણે ભારતમાં ફૂડ સાયન્સમાં 7 મો ક્રમ અને વિશ્વ કક્ષાએ 256 મો રેન્ક મેળવ્યો છે. આ યાદી સ્ટેનફોર્ડ યુનિવર્સીટી દ્વારા ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેથી આ પ્રોફેસરનું નામ વિશ્વના ટોપ 2% વિજ્ઞાનિકોની યાદીમાં ગુંજતા તેમને દેશનું ગૌરવ વધાર્યું છે.
