ડિજીટલ ઈન્ડિયા અંતર્ગત વિસનગરમાં 946 વિદ્યાર્થીઓને નમો ઈ ટેબલેટ આપવામાં આવ્યા
Live TV
-
આ ઇ-ટેબ્લેટ એક નાના કોમ્પ્યુટર મશીન જેવું કાર્ય કરતું હોવા થી સરકાર દ્વારા ડિજિટલ માધ્યમ પર મૂકેલ શિક્ષણના પ્રવાહને ગામડાના વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવી રહ્યો છે
આજનો વિદ્યાર્થી ડિજિટલ ક્ષેત્રે જોડાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને નમો ઇ ટેબ્લેટ માત્ર રૂ.1000ના ટોકન દરે આપવામાં આવી રહ્યા છે. ડિજીટલ ઇન્ડિયાના અભિયાન સાથે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટેબ્લેટ યોજના અંતર્ગત વિસનગરની સરકારી એમ.એન. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 946 જેટલા નમો ઇ-ટેબ્લેટ આપવામાં આવ્યા છે. આ ઇ-ટેબ્લેટ એક નાના કોમ્પ્યુટર મશીન જેવું કાર્ય કરતું હોવા થી સરકાર દ્વારા ડિજિટલ માધ્યમ પર મૂકેલ શિક્ષણના પ્રવાહને ગામડાના વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવી રહ્યો છે.તેનો લાભ લેતા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણની સાથે સાથે આ ઇ-ટેબ્લેટ થી દુનિયાભરનું જ્ઞાન પ્રાપ્ત કરતા થયા છે. આમ ડિજિટલ ઇન્ડિયા માટે સરકારનું આ પગલું વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ રહ્યું છે
