છાણામાંથી કુંડા બનાવવાનું અનોખુ મશીન
Live TV
-
પેટલાદના યુવાને બનાવ્યું અનોખું મશીન. વેસ્ટમાંથી તૈયાર કરાયેલ મશીનની કિંમત ફક્ત રૂ.17થી 18 હજાર. ઈકો ફ્રેન્ડલી કુંડા દ્વારા પ્લાસ્ટીકના કુંડાનો ઉપયોગ ઘટાડવાનો ઉદેશ્ય
આણંદના પેટલાદ શહેરમાં છેવાડાના વિસ્તારમાં રહેતા ડિપ્લોમા એન્જિનિયર યુવાને પોતાની કોઠાસૂઝથી છાણમાંથી કુંડા બનાવવાનું મશીન તૈયાર કર્યું છે. પેટલાદના યુવાન કિરણભાઈ પ્રજાપતિએ એક અનોખું મશીન બનાવીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ યુવાને પોતાની કોઠાસૂઝથી છાણમાંથી કુંડા બનાવવાનું અનોખુ મશીન તૈયાર કર્યુ છે. સંપૂર્ણ વેસ્ટ સ્ક્રેપમાંથી તૈયાર કરાયેલ આ મશીનની કિંમત ફક્ત ૧૭થી ૧૮ હજાર રુપિયા છે. આ કુંડા છાણમાંથી બનાવેલા હોઈ અંદર ઊગાડેલા ફુલછોડને પણ ખાતર મળી રહેશે. પેટલાદ નગરપાલિકાએ કિરણ ભાઈ પાસેથી આ મશીનની ખરીદ્યું છે.નગરપાલિકા આ કુંડાને તેમના હદ વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારોમાં આવેલી નર્સરીમાં મોકલશે કે જ્યાં છોડ ઊગાડવા પ્લાસ્ટીકની બેગનો ઊપયોગ થાય છે.નગરપાલિકાનો ઉદ્દેશ્ય આ ઈકો ફ્રેન્ડલી કુંડા દ્રારા પ્લાસ્ટીકના કુંડાનો ઊપયોગ ઘટાડવાનો છે.છાણમાંથી બનેલ કુંડા પર્યાવરણની જાળવણી સાથે ખાતર પૂરું પાડશે. આ કુંડા અનબ્રેકેલ હોવાથી લાંબા સમય સુધી ટકાઉ રહેશે.વધુમાં પ્લાસ્ટિક કુંડાનો ઉપયોગ પણ ઓછો થશે. સંપૂર્ણ વેસ્ટ સ્ક્રેપમાંથી તૈયાર કરાયેલ મશીનની કિંમત ૧૭થી ૧૮ હજાર સુધીની છે. છાણના કુંડા તૈયાર થતા ફૂલઝાડને પણ ખાતર મળે છે. પર્યાવરણની જાળવણી થવા સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ આ પ્રકારે ઘટાડી શકાય છે. પેટલાદ નગરપાલિકાએ પણ આ મશીન ખરીદ્યું છે.આ મશીનથી તૈયાર થયેલ કુંડાને નગરપાલિકા દ્વારા તેમના હદ વિસ્તાર તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલ નર્સરીઓમાં, કે જયાં ફૂલ ઝાડ ઉગાડવા પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ થાય છે. ત્યાં આ કુંડા આપવાનો પ્રયાસ કરાશે. એટલે કે પ્લાસ્ટિકની બેગની કિંમતમાં છાણમાંથી તૈયાર થયેલ કુંડા મળી રહે તેવો પ્રયાસ હાથ ધરાશે અને પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર નિયંત્રણ પણ કરાશે.કિરણભાઈએ તૈયાર કરેલ છાણના કુંડાનું મશીન પર્યાવરણની દૃષ્ટિએ ખરે ખર નવતર અભિગમ છે.
