Skip to main content
Settings Settings for Dark

ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમા ભવનાથ મેળાનો જૂનાગઢ ખાતે આરંભ

Live TV

X
  • મહા વદ નોમથી શરૂ થયેલો મેળો શિવરાત્રિ સુધી ચાલશે.સાધુસંતોના દર્શનનો લહાવો લેવા માનવમહેરામણ ઉમટશે

    ગિરનારના ખોળે આવેલ ભવનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજ થી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. જુનાગઢ વહીવટીતંત્ર દ્વારા તેમજ સાધુ-સંતો દ્વારા સવારે નવ વાગે ધ્વજા રોહણ કરીને વિધિવત રીતે આ મેળાને ખુલ્લો મુકાયો હતો.મહાવદ નોમથી લઈને મહાવદ તેરસની મધ્યરાત્રિ સુધી યોજાનારા આ મેળામાં ભાવિક ભક્તો ઉમટશે. આ મેળામાં વિવિધ સ્થળેથી આવતા સાધુ, સંતો, દિગંમ્બરોના દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે.મહાવદ તેરસ મહા શિવરાત્રીના સાધુ સંતોની રેવડી નિકળશે. જેમાં અંગ કરતબોના દાવ બતાવવામાં આવશે. નિયત રુટ પર ફર્યા બાદ રેવડી નિજ મંદિર પરત ફરશે.બાદમાં મધ્યરાત્રિએ શાહી સ્નાન કરીને મેળાની સમાપ્તિ કરવામાં આવશે. આ મેળાની આગવી વિશેષતા ભજન, ભોજન અને ભક્તિ છે. ગિરનાર એ પવિત્ર અને પ્રાચીન પર્વત હોઈ અહીંયા ૯ નાથ ,૮૪ સિધ્ધ 64 જોગણીઓ અને જતી તપસ્વીઓ બિરાજમાન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply